સાથે ભલે ના રહીએ રોજ.....!! Gujarati love poem......

સાથે ભલે ના રહીએ રોજ..........!

સાત પળ નો તારો સાથ,
મળે તોય ઘણું............!

સાથે ભલે ના હોઈએ,
પૂનમ ની રાત ના એકાંત માં............!

સાત પગલાં ભરબપોરના,
તારી સાથે હોય તોય ઘણું..............!

સાથે ભલે ના ભીંજાઈએ,
વરસતા વરસાદમાં..............!

સાત પળ ઝાડની ઓથે,
તારો સાથ મળે તોય ઘણું..............!

સાથ ભલે ના મળે,
સાત જનમ તારો..............!

અંતિમ પળના વિસામા સુધી,
સાથ મળે તોય ઘણું..........!

સાત ફેરાનો સાથ,
સાથે મળે ના મળે.............!

સાત આકાશની પાર,
સાથ તારો મળે તોય ઘણું.............!

પ્રતિભા...............
તારો મારો સાથ રહે👫

Comments

Popular posts from this blog

चढाऊँ क्या तुझे भगवन.....?? प्रार्थना सुबह की....

ये वतन है हिन्दुस्तान हमारा.....!! Hindi desh bhakti poem

"माँ" के लिए मैं क्या लिखूं....? माँ ने तो खुद मुझे लिखा है.....Hindi suvichar